samsung-a50
  • A50માં વાઈડ એંગલ કેમેરા સાથે 4000એમએચની બેટરી હશે, કિંમત 22,990થી શરુ
  • A30માં અત્યાધુનિક ઇન્ફિનિટી-યુ ડિસ્પ્લે મળશે, કિંમત 16,990
  • A10 રેડ, બ્લૂ અને બ્લેક એમ ત્રણ કલરમાં ઉપલબ્ધ થશે, કિંમત 8,490

સેમસંગ ઇન્ડિયાએ નવા ગેલેક્સી A સીરીઝના ત્રણ સ્માર્ટફોન A50, A30 અને A10 તાજેતરમાં જ લોન્ચ કર્યા છે, જેનું વેચાણ 2 માર્ચ,2019થી શરૂ થશે. આ ફોન લેટેસ્ટ ઇન્ફિનિટી-ડિસ્પ્લે, ટ્રિપલ રિઅર કેમેરા અને પાવરફૂલ બેટરી સાથે સજ્જ છે. યુવા યુઝર્સ માટે ઉપયોગી એવી ખાસિયતો સાથે નવા ગેલેક્સી A રેન્જ અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા (વીડિયો), ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી અને ઇન્ફિનિટી-યુ ડિસ્પ્લે જેવા ફીચર્સથી સજ્જ હશે.

યુવા ભારતીય યુઝર્સ માટે ખાસ છે

1. નવા ગેલેક્સી A સ્માર્ટફોન યુવા ભારતીય યુઝર્સ માટે ખાસ છે. યુવાનો અત્યારે જેવી રીતે સ્માર્ટફોન સાથે જોડાયેલા રહે છે. તેનાં પર ધ્યાન કેન્દ્રિત કરીને કંપનીએ  સ્માર્ટફોનમાં ફેરફાર કર્યા છે. કેટલાક અહેવાલો મુજબ, યુવા યુઝર્સ સોશયિલ નેટવર્કિંગ સાઇટ પર દર અઠવાડિયે 158 મિનિટ અને મોબાઇલ ગેમિંગ પર સરેરાશ 206 મિનિટ પસાર કરે છે. 

2. સેમસંગ ઇન્ડિયાનાં સીનિયર વાઇસ પ્રેસિડન્ટ મોહનદીપ સિંઘે કહ્યું હતું કે,“અમે સેમંસગ ઇન્ડિયામાં સતત નવીનતા પ્રસ્તુત કરવા કટિબદ્ધ છીએ, જે લોકોને એકબીજા સાથે જોડાણમાં વધારો કરે છે. અમારા લેટેસ્ટ ગેલેક્સી A સ્માર્ટફોન્સ નવા એક્શન ફોન ઓફર કરે છે. જે ખાસ યુવા ભારતીય અને જનરેશન ઝેડ માટે ડિઝાઇન કરવામાં આવ્યાં છે. સતત ફરતી જનરેશન પર કેન્દ્રિત ગેલેક્સી A અલ્ટ્રા-વાઇડ, સ્લો-મો અને હાયપરલેપ્સ મોડમાં વીડિયો શૂટ કરવાની ક્ષમતા ઓફર કરે છે. આ ખાસિયતો રિયલ-ટાઇમ કન્ટેન્ટ ક્રિએશન અને શેરિંગની સુવિધા આપીને સ્માર્ટફોનનો ઉપયોગ કરવાની ઉપભોક્તાની રીતમાં પરિવર્તન લાવશે.”

ગેલેક્સી A50

3. ગેલેક્સી A50 ગેલેક્સી A બ્રાન્ડની લેટેસ્ટ એડિશન છે. તેની ખાસિયતોમાં ટ્રિપલ રિઅર કેમેરા, અત્યાધુનિક ઇન્ફિનિટી-U ડિસ્પ્લે અને પાવરફૂલ બેટરી આપી છે. ગેલેક્સી A50માં 6.4-ઇંચ FHD+ અત્યાધુનિક ઇન્ફિનિટી-U ડિસ્પ્લે અને સેમસંગની સુપર એમોલેડ રિઝોલ્યુશન ધરાવે છે. લઘુતમ બેઝેલ સાથે ડિવાઇઝ સ્ક્રીન ટૂ બોડી રેશિયો 91.6% ધરાવે છે.

4. કેમેરાની વાત કરીએ તો, ગેલેક્સી A50માં પાવરફૂલ નવા ટ્રિપલ રિઅર કેમેરા 8MP અલ્ટ્રા-વાઇડ લેન્સ ધરાવે છે. જે 123° ફિલ્ડ ઓફ વ્યૂ આપે છે. ખાસ કરીને જ્યારે અમર્યાદિત વાઇડ-એંગલ ફોટોની વાત આવે છે ત્યારે. ઉપરાંત ગેલેક્સી A50નાં અલ્ટ્રા વાઇડ લેન્સ યુઝર્સને અલ્ટ્રા-વાઇડ લેન્સમાં વીડિયો શૂટ કરવાની સુવિધા પણ આપે છે. 25MP મેઇન કેમેરા F1.7 લેન્સ સાથે સજ્જ છે.

5. ગેલેક્સી A50માં પાવરફૂલ 4000mAhની બેટરી છે. જે આખો દિવસ આરામથી વાપરી શકાય છે. 15W ફાસ્ટ ચાર્જ ટેકનોલોજી અને ડેટાનાં ઝડપી ટ્રાન્સફર માટે USB ટાઇપ C આપ્યું છે. આ ફોન ત્રણ નવા કલરમાં ઉપલબ્ધ થશે જેમાં વ્હાઇટ, બ્લૂ અને બ્લેક ઇન્સ્પાયર સ્કેટર્ડ લાઇટનો સમાવેશ થાય છે. 

ગેલેક્સી A30

6. ગેલેક્સી A30 યુઝર્સને મોબાઇલનો શ્રેષ્ઠ અનુભવ આપવા માટે બનાવવામાં આવ્યો છે. તેમાં અત્યાધુનિક કેમેરાની ખાસિયતો સામેલ છે. જેમ કે 16MP (F1.7) + 5MP(F2.2)નાં ડ્યુઅલ કેમેરા, જેમાં અલ્ટ્રા વાઇડ-એંગલ લેન્સ સામેલ છે. 

7. આ ફોન 4,000mAhની બેટરી અને 15W ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી સાથે સજ્જ છે. આ સ્માર્ટફોન હંમેશા બહાર રહેતાં લોકોને વધુ મદદરૂપ થઈ શકે છે. એજ-ટૂ-એજ 6.4” સુપર એમોલેડ ઇન્ફિનિટી-યુ ડિસ્પ્લે સંપૂર્ણ અનુભવ કરાવે છે. ગેમિંગ,મલ્ટિ-ટાસ્કિંગ અને બ્રાઉઝિંગ માટે આ ફોન આદર્શ છે. ગેલેક્સી A30 અર્ગોનોમિક રીતે ડિઝાઇન કરેલી રિઅર ફિંગરપ્રિન્ટ સેન્સર ધરાવે છે. આ રેડ, બ્લૂ અને બ્લેક કલરમાં ઉપલબ્ધ થશે. 

ગેલેક્સી A10

8. ગેલેક્સી A10 6.2” HD+ ઇન્ફિનિટી V ડિસ્પ્લે, F1.9 એપેર્ચર અને ફેસ રેકગ્નિશન સાથે 5MP ફ્રન્ટ કેમેરા 13MP રિઅર કેમેરા સાથે આવે છે. આ 3,400mAh ક્ષમતાની બેટરી ધરાવે છે તથા રેડ, બ્લૂ અને બ્લેક કલરમાં ઉપલબ્ધ થશે.

કિંમત

9. ગેલેક્સી A50ની કિંમત 6/64GB રેમ મેમરી વેરિઅન્ટ માટે રૂ. 22,990 અને 4/64GB  રેમ મેમરી વેરિઅન્ટ માટે રૂ. 19,990 છે. ગેલેક્સી A30 રૂ. 16,990 અને ગેલેક્સી A10ની કિંમત રૂ. 8,490 રહેશે. આ સ્માર્ટફોન 2 માર્ચથી ઉપલબ્ધ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here