robot

સ્વીડન, 16 માર્ચ 2019, શનિવાર

લોકોને રોજગાર આપતી સ્વીડનની સૌથી મોટી કંપની ટીએનજીએ એક ખાસ રોબોટને મેનેજર બનાવ્યો છે. આ મેનેજરની ખાસ વાત એ છે કે તે વ્યક્તિને નોકરી આપવી કે નહીં તેનો નિર્ણય માત્ર 7 સેકન્ડમાં કરી લે છે. આ રોબોટને વૈજ્ઞાનિકોએ એટલા માટે તૈયાર કર્યો છે કે તે નોકરી આપવામાં થતા ભેદભાવને દૂર કરી શકે.

ટેક્નોલોજીના લેટેસ્ટ ન્યુઝ મેળવવા માટે આ પેજ લાઈક અને શેર કરો.
For the latest tech news and tips and tricks, follow TechGuruWeb on TwitterFacebookInstagram and subscribe to our YouTube channel.

રોબોટ નોકરી માટે આવેલા વ્યક્તિને પ્રશ્ન પુછે છે અને તેના જવાબ અને અન્ય જાણકારીના આધારે તેને માન્ય કે અમાન્ય રાખે છે. આ રોબોટનું નામ ટેંગઈ છે, તે બોલી શકે છે, સાંભળી શકે છે અને સાથે જ લાગણીઓ પણ દર્શાવી શકે છે. 

કંપનીને આ રોબોટ બનાવવામાં ચાર વર્ષનો સમય લાગ્યો હતો. આ રોબોટને ઈંટરવ્યૂઅર પણ કહેવામાં આવે છે. આ રોબોટની લંબાઈ 16 ઈંચ અને વજન 3.5 કિલો છે. વૈજ્ઞાનિકોએ તેની ભાષાનો ટોન સામાન્ય રાખ્યો છે જેવો સીરી અને એલેક્સાનો છે. કંપની આ રોબોટનો ઉપયોગ ઈંટરવ્યૂ માટે જ કરશે.

આ રોબોટ નોકરી માટે આવેલા વ્યક્તિની ખૂબી અને આવડતને ઓળખી અને તેની યોગ્યતા ચકાસી તેને નોકરી આપશે. આ રોબોટ નોકરી આપવામાં જાતિ, રંગ, જેન્ડર કે ઉંમરનો ભેદ રાખશે નહીં. કંપનીએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં રોબોટ ઈન્ટરવ્યૂની પ્રક્રિયાને કેવી રીતે કરે છે તે દર્શાવાયું છે.  સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ઈંટરવ્યૂ લેતી વખતે 15 મિનિટનો સમય લગાડે છે જ્યારે આ રોબોટ આ પ્રક્રિયાને માત્ર 7 સેકન્ડમાં પૂર્ણ કરી દે છે. આ રોબોટનો ઉપયોગ હાલ તો માત્ર સ્વીડનમાં થાય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here